પ્રતિ,
શ્રી ભગવાનભાઈ ઈશ્વ્રરભાઈ પરમાત્મા(શંખચક્રવાળા)
સ્વર્ગ લોક,નર્કની સામે,
વાદળાની વચ્ચે,
મુ.આકાશ.
પ્રિય મિત્ર ભગવાન,
જય ભારત સાથ જણાવાનું કે હું તારા ભવ્ય મંદિરથી થોડે દૂર આવેલી એક સરકારી શાળાના ૭ માં ધોરણમાં ભણુ છું.મારા પિતાજી દાણાપીઠમાં મજૂરી કરે છે અને મારી માં રોજ બીજાનાં ઘરકામ કરવા જાય છે.’હું શું કામ ભણું છું’ એની મારા માં-બાપને ખબર નથી.કદાચ શિષ્યવૃતિના પૈસા અને મફત જમવાનું નિશાળમાંથી મળે છે એટલે મારા માં-બાપ મને રોજ નિશાળે ધકેલે છે.ભગવાન,બે-ચાર સવાલો પૂછવા માટે મેં તને પત્ર લખ્યો છે.મારા સાહેબે કિધુ’તુ કે તુ સાચી વાત જરૂર સાંભળે છે…!
પ્રશ્ન -૧ . હું રોજ સાંજે તારા મંદિરે આવું છું અને નિયમિત સવારે નિશાળે જાવ છું પણ હે ભગવાન તારી ઉપર આરસપહાણનું મંદિરને એ.સી. છે અને મારી નિશાળમાં ઉપર છાપરુ’ય કેમ નથી…દર ચોમાસે પાણી ટપકે છે,આ મને સમજાતુ નથી…!
પ્રશ્ન -૨ . તને રોજ ૩૨ ભાતનાં પકવાન પીરસાય છે ને તું તો ખાતો’ય નથી…અને હું દરરોજ બપોરે મધ્યાહ્મભોજનના એક મુઠ્ઠી ભાતથી ભૂખ્યો ઘરે જાઉં છું…!આવું કેમ…?
પ્રશ્ન -૩ . મારી નાની બેનનાં ફાટેલા ફ્રોક ઉપર કોઈ થીગડુ’ય મારતું નથી અને તારા પચરંગી નવા નવાં વાઘા…!સાચું કહું ભગવાન હું રોજ તને નહી, તારા કપડા જોવા આવું છું…!
પ્રશ્ન -૪ . તારા પ્રસંગે લાખો માણસો મંદિરે સમાતા નથી અને ૨૬મી જાન્યુઆરી અને ૧૫મી ઓગસ્ટે જ્યારે હું બે મહિનાથી મહેનત કરેલું દેશભક્તિગીત રજું કરુ છું ત્યારે,સામે હોય છે માત્ર મારા શિક્ષકો…ને બાળકો…હે ઈશ્વર તારા મંદિરે જે સમાતા નથી ઈ બધાય “મારા મંદિરે” કેમ ડોકાતા નથી…!
પ્રશ્ન -૫ . તને ખોટુ લાગે તો ભલે લાગે પણ મારા ગામમાં એક ફાઇવસ્ટાર હોટલ જેવું મંદિર છે’ને એક મંદિર જેવી પ્રાથમિક શાળા છે.પ્રભુ ! મેં સાભળ્યું છે કે તું તો અમારી બનાવેલી મૂર્તિ છો,તો’ય આવી જલજલાટ છો અને અમે તો તારી બનાવેલી મૂર્તિ છીએ,તો’ય આમારા ચહેરા ઉપર નૂર કેમ નથી…?
શક્ય હોય તો પાંચેયના જવાબ આપજે…મને વાર્ષિક પરીક્ષામાં કામ લાગે…!ભગવાન મારે ખૂબ આગળ ભણવું છે ડોક્ટર થવું છે પણ મારા માં-બાપ પાસે ફિ ના કે ટ્યૂશનના પૈસા નથી…તું જો તારી એક દિવસની તારી દાનપેટી મને મોકલેને તો હું આખી જિંદગી ભણી શકું…વિચારીને કે’જે…! હું જાણું છું તારે’ય ઘણાયને પૂછવું પડે એમ છે.
પરંતુ ૭માં ધોરણની વાર્ષિક પરીક્ષા જો તું મારામાં ધ્યાન નહી આપે તો મારા બાપુ મને સામે ચા વાળાની હોટલે રોજના રૂ.પાંચ ના ભવ્ય પગારથી નોકરીએ રાખી દેશે…!ને પછી આખી જિંદગી હું તારા શ્રીમંત ભક્તોને ચા પાઈશ…પણ તારી હારે કીટ્ટા કરી નાખીશ…!
જલ્દી કરજે ભગવાન…સમય બહું ઓછો છે તારી પસે…અને મારી પાસે પણ…!
લી.
એક સરકારી શાળાનો ગરીબ વિદ્યાર્થી
અથવા
ભારતના એક ભાવિ મજૂરના વંદે માતરમ્.
( રચયિતા – શ્રી સાંઈરામ દવે )
Saturday, August 7, 2010
Saturday, July 24, 2010
Love letter in Maths...
હે ! મારી પાયથાગોરસ ની કર્ણ રેખા,
હું તને ૧૮૦' ડીગ્રી ખૂણે સીધે સીધો પ્રેમ કરું છું. મારા પ્રેમમાં કોઈ વાકાચુકી રેખા નથી. જયારે હું તને કોલેજ ની બહાર ૮૦ ફૂટ ના પોહળા રસ્તાની બીજી બાજુ મારા ૯૦' ડીગ્રી ના ખૂણે આવેલા બસ સ્ટોપ પર જયારે તું ઉભી હોય છે, ત્યારે હું તારી પાસે આંખો મીચી ખેચાઇ આવું છું. મને ૧૨૦ ની સ્પીડએ આવતી જતી કાર પણ નજરે નથી ચડતી, જયારે ૧૪૦ કિમી/કલાક ની જડપે આવતો પવન તારા વાળ ને ૧૮૦' ડીગ્રી ના ખૂણે હવામાં લેહારાવે છે, એ જોતા હું મારા ગણિત ના બધા નિયમો ભૂલી જાઉં છું, બસ મને તો તારી મનમોહક કયા જેવું મારું સંકલન ની નીસની જોઇને મને તારી સાથે પ્રેમનું વિકલન કરવામાં મજબુર કરી દે છે. તારા વડત્તુર આકાર ચેહરા ને જોઇને ચાંદ ને જોવાની ઈચ્છા નથી થતી. તારા આ વડત્તુર આકાર ચહેરા પર રહેલા પેલા બિંદુ જેવા ચાંદલો તો જાણે તારાઓથી ભરેલા આકાશમાં એક ધુર્વનો તારો ચમકતો હોય તેવો લાગે છે.
તું જયારે હશે છે ત્યારે તારા મુખ પર આવતી અદ્ધ વડત્તુર સ્મિત મારા ગુણાકાર ભાગાકાર માં ખોટ આવી જાય છે... કેમ કે હું ત્યારે તારાજ ગણિત માં રમતો હોવું છું.
તારો અને તારો જ ,
પ્રશાંત

Subscribe to:
Posts (Atom)